અલ્પેશ શ્રીમાળી પાટણ
સમગ્ર ગુજરાત માં આવા ૨૦૦ કેમ્પ નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે જેમાં પાટણ જિલ્લા માં એક પાટણ નગર માં અને એક પાટણ જિલ્લા ના રાધનપૂર માં ૧૦ દિવસીય યોગ સમર કેમ્પ યોજવામાં આવેલ હતો કેમ્પ માં ૧૦૦ થી વધારે બાળકો જોડાયા હતા આ બંને કેમ્પ નું સમગ્ર આયોજન જીલ્લા કો ઓડીનેટર અંકિતા બેન પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોડ ના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ જી ના પ્રેરણા થી અને ઝોન કો ઓડિનેટર શ્રી અજીત કુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો

આ સમર કેમ્પ માં બાળકો ને આસન પ્રાણાયામ અને શ્રીમદ્ભગવદ્ ગીતા ના શ્લોક અને અનુષાશન યોગ કોચ જ્યોતિ બેન અને અસ્મિતા બેન દ્વારા શીખવાડવામાં આવ્યું કેમ્પ માં અંતે સાત્વિક નાસ્તો પણ આપવામાં આવતો જેમ કે મગ ફ્રુટડીસ લીંબુ પાણી કેસર દુધ કેરી નો રસ પુરી ગ્રીન સલાડ બાફેલા કઠોળ આ કેમ્પ માં બાળકો ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ની પુસ્તિકા અને ટોપી અને ચિત્રપોથી આપવામાં આવેલ છે આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હીરલબેન પરમાર ઉપસ્થિત રહયા