રાધનપુર , સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમીથી આગની ઘટનાઓ: બને તાલુકાના ત્રણ ગામોમાં આગની ઘટનામાં રાધનપુર પાલિકા ફાયર ટીમો પહોચી આગ પર કાબુ મેળવ્યો
અલ્પેશ શ્રીમાળી પાટણ
નાનાપુરા, ગાંજીસર ગામમાં ઘાસચારામાં આગ લાગી અને બંધવડ ગામે રોડની બાજુમાં ઝાડીમાં આગ લાગી
પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આગની ઘટનાઓ બનવા પામી હતી.જે આગ નાં બનાવ ગરમીને કારણે બન્યા હોવાનું સામે આવ્યું હતું.રાધનપુર તાલુકાના નાનપુરા ગામે અને સાંતલપુરના ગાંજીસર ગામે ખેતરમાં રાખેલા ઘાસચારામાં અને રાધનપુર તાલુકાના બંધવડ ગામે રોડની સાઈડમાં ઝાડીમાં આગ લાગી હતી. રાધનપુર નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય જગ્યાએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.રાધનપુર , સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમીથી આગની ઘટનાઓ બની હતી.ત્યારે બને તાલુકાના ત્રણ ગામોમાં આગની ઘટનામાં રાધનપુર પાલિકા ફાયર ટીમો પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.
રાધનપુર નગર પાલિકાના ઓ.એસ હિતેશભાઈ ચૌધરીનાં જણાવ્યા મુજબ 28મેના રોજ રાધનપુર તાલુકાના નાનાંપુરા ગામ ખાતે ખેતરમાં વાડામાં રાખેલ ઘાસચારામાં આગ લાગી હતી જ્યારે સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામના સિમાડે આવેલ ખેતરના વાડામાં રાખેલ ઘાસચારામાં આગ લાગી હતી.જ્યારે રાધનપુરના બંધવડ ગામ નજીક હાઈવેની બાજુની ઝાડીમાં આગની ઘટના બની હતી.આમ,એક જ દિવસમાં આગ લાગવાની અલગ ત્રણ ઘટના સામે આવી હતી.અને આગને કાબૂમાં કરવા નગરપાલિકાને જાણ થતા પાલિકાની ફાયર ટીમ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.જોકે રાધનપુરનાં નાનપુરા અને સાંતલપુરના ગાંજીસર ગામ ખાતે ઘાસચારો બળીને રાખ થઈ જતાં ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.