નરેન્દ્ર પવાર ડાંગ
ડાંગના કીરલી ગામે રહેતા ગમનભાઈ ઉલુસ્યાભાઈ ગવળી અને એમની પત્ની સબીબેન ગવળીને ગમનભાઈ લાહનુંભાઈ બાગુલ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો.
કિરલી ગામે રહેતા ઉલુષ્યાભાઈ ગવળી (ઉ.વ.આ .૪૩ વર્ષ) અને પત્ની સબીબેન ઉલુસ્યાભાઇ ગવળી (ઉ.વ.આ. ૪૦) પોતાના કુટુંબ પરિવાર સાથે ખેતીકામ અને મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન કરી રહ્યા છે તારીખ:૨૭ મે ૨૦૨૪ ના રાતે ૦૮:૦૦ કલાકે ઉલુસ્યાભાઈ ગવળી અને એમની પત્ની સબીબેન ગવળીને ગમનભાઈ નામના શખ્સ દ્વારા લાકડાના દંડાથી ઢોર માર મારતા ગામના ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.ગમનભાઈ લાહનુભાઈ બાગુલ ,( રહે. કીરલી, પો. લવચાલી, તા. સુબીર, જી ડાંગ) નાઓ દ્વારા ઉલુસ્યાભાઈ ગવળીના વાડાની જમીનમાં પોતાના લાકડા મુકેલ હતા ત્યારે ચોમાસુ સરું થવાનું હોય જેથી ઉલુષ્યાભાઈ ગવળીએ ગમનભાઈ બાગુલને કહ્યું કે “મારા વાડાની જમીન માંથી તમારા લાકડા ઊંચકી લો મારે વાડાની ફરતે વાડ બનવાની છે “ત્યારે ગમનભાઈ દ્વારા બધા લાકડા ઊંચકી લીધેલ હતા પરતું લાકડા ઊંચક્યા બાદ ગમનભાઈ એ મોટો લાકડાનો દંડો લઈ જઈ ઉલુસ્યાભાઈ ગવળીના હાથના ભાગે, જાંઘના ભાગે તેમજ પીઠ ઉપર લગાતાર ચાર થી પાંચ વાર દાંડાનો માર માર્યો હતો અને ઉલુસ્યાભાઈ ગવળીની પત્ની સબીબેન ગવળી છોડાવવા માટે ગયેલ હતી ત્યારે ઉલુસ્યાભાઈની પત્ની ને પણ હાથના ભાગે , જાંઘના ભાગે લાકડાથી ખુબજ માર મારતાં ૧૦૮ ને ફોન કરી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા .અને વધુમાં ગમનભાઈ બાગુલ દ્વારા ઉલુસ્યાભાઈ ગવળી ને ધમકી આપતા કહેવામાં આવ્યું કે જો તમે ગમે ત્યાં મળશો તો હું તમને જાનથી મારી નાખીશ અને કોય કોયના બાપથી હું ડરતો નથી, મારું પોલીસ પણ કઈ બગાડી શકવાની નથી, આવી ધમકીઓ આપવામાં આવેલ છે ગમનભાઈ લાહનુંભાઈ બાગુલ ખુબજ માથાભારે વ્યક્તિ હોય અને ઉલુસ્યભાઈ અને એમની પત્નીને પહેલા પણ બે ત્રણ વખત મારવામાં આવેલ હતા. અને ગામના કોય પણ માણશો સાથે ઝગડાઓ અને મારામારી કરવાની કુટેવ પડી ગયેલ હોય જેથી ગામમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય તો આવા વ્યક્તિ ને શું માણસોને મારવાની છૂટ આપવામાં આવી છે કે કેમ , આ બાબતે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીને યોગ્ય દંડાત્મક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ કરી છે.