દિનેશ પટેલ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ડાભા નજીક વાત્રક નદીના કાંઠે ગંગેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે આ પ્રવાસન ધામ થી બે કિલોમીટર દૂર ના અંતરે વાત્રક નદીમાં રમણીય ધોધ આવેલો છે જેને જોવા લોકોની ભીડ જામે છે ઘણા લોકો ત્યાં નાહવા પડે છે પરંતુ આ ધોધ ભોગીયા ધરા તરીકે પ્રસિદ્ધ છે સમય અંતરે આ ધોધ નાહવા પડેલા લોકોનો ભોગ લે છે જે લોકો નાહવા પડે છે તેઓ ડૂબી જાય છે અને મોતને ભેટે છે પ્રશાસન દ્વારા અહીં ચેતવણીનું બોર્ડ પણ લગાવેલ છે છતાં તેનો અનાદર કરી લોકો નાહવા પડે છે અને મોતને ભેટે છે. તેવો જ એક બનાવો આજ રોજ બનવા પામ્યો છે અમદાવાદ ઓઢવ વિસ્તારના ત્રણ મિત્રો અહીં ફરવા આવેલ અને ત્રણેય મિત્રો નાહવા પડેલ તે દરમિયાન ત્રણે ડૂબવા લાગેલ જેમાંથી પ્રવીણભાઈ સુખદેવ ઉંમર વર્ષ 20 અને પરાગ આ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને અન્ય એક બચી ગયેલ છે ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતા આંબલીયારા પી.એસ.આઇ જે કે જેતાવાત પોતાની ટીમ સાથે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને નાયબ મામલતદાર શ્રી આ તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડાસાથી ઇમર્જન્સી રેસક્યુ ટીમને બોલાવી કેમેરાથી મૃતદેહોનો પત્તો મેળવી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંને મૃતદેહોને જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે