ડામોર વનરાજભાઈ ધારી
આજરોજ અસહ્ય ગરમી તેમજ હીટ વેવને અનુલક્ષીને એસટી ડેપોના ડ્રાઇવર કંડકટર મિકેનિક તેમજ મુસાફરો માટે આસ્થા છાશ કેન્દ્રના સહયોગથી ધારી ડેપો ખાતે ઠંડી છાશ વિતરણ નું સ્ટાફ તેમજ મુસાફરોને આજરોજ આયોજન કરવામાં આવેલ જેમાં સહયોગીઓ મહેન્દ્રભાઈ એલ પરમાર -મહેશકુમાર ટી પરમાર -ધર્મેન્દ્રભાઈ પરમાર- દેવાભાઈ પાઠક તેમજ મુખ્ય દાતા રજનીભાઈ ઘેલાણી જનતા ક્લોથ સ્ટોર ધારી તેમજ ધારી ડેપો યુનિયનના પદાધિકારીઓ કર્મચારીઓના સાથ સહકારથી આ છાશ વિતરણ કાર્યક્રમ રાખેલ

જેમાં ડેપો મેનેજર એમ એમ દાદુ ના માર્ગદર્શન હેઠળ અનિલભાઈ રૂપારેલીયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં ધારી ડેપોના વોટરમેન ઇશ્વરદાસ બાપુ એપ્રેન્ટીસ રવિભાઈ ઢોલા તેમજ સિક્યુરિટી મેન અનંત દાદા તેમજ અન્ય કર્મચારીઓ નો ખુબ જ સહકાર મળેલ અને બહોળી સંખ્યામાં કર્મચારીઓ તેમજ મુસાફરોએ ઠંડી છાશનો લાભ લીધેલ હતું