રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા | ધાનેરા પોલીસે બાતમીનાં આધારે ત્રિકોણીય શોપિંગ આગળ મહારાણા પ્રતાપના બાવલા પાસે રેડ કરતા બેલીમવાસમાં રહેતા આરીફખાન સોરમખાન સિપાઈ ખુલ્લામાં મોબાઈલ લઈને ઉભો હતો. જેને પકડીને તેનો મોબાઈલ જોતાં મજકુર હાજર નામનું વોટસઅપમાં વરલી મટકાના આંકડા લખેલ ભાષામાં મળી આવ્યું હતું અને 4,330 રોકડા મળી આવ્યા હતા. વધુ પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, શેઠ સાકીરભાઇ હુસેનભાઇ બેલીમનાં હાથ નીચે વરલી મટકાનો જુગાર રમાડું છું. જેથી સાકીરભાઇને પકડી તેની પાસેથી રૂપિયા 4340 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ કુલ રૂપિયા 9,640 નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.