Publisher Theme
I’m a gamer, always have been.

ટેટોડા નજીક દારૂ ભરેલી ગાડી સાથે 2 ઝબ્બે

0 132

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

જિલ્લા એલસીબીએ શનિવારે ડીસાનાં ટેટોડા નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે 2 શખસો ઝડપ્યા હતા. રૂ. 32 હજારની 266 દારૂની બોટલો, ગાડી સહિત રૂ. 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગાડી જીજે 06 એફક્યું-4273માં વિદેશી દારૂ ભરીને ધાનેરાથી નીકળી હતી. ટેટોડા નજીક રોકાવી તપાસ કરતા રૂ. 32,808ની વિદેશી દારૂની 266 બોટલો મળી હતી. પ્રશાંતસિંહ ચૌહાણ (શ્રીજીનગર ગુરુકુળ રોડ, સાવરકુંડલા) અમિત દેવજીભાઈ ચૌહાણ (સુરત બુટ ભવાની સોસાયટી, કૈલાશભાઈ પટેલના મકાનમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે વરાછા, સુરત, મૂળસાવરકુંડલા)ને પકડ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.