રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના રામપૂરા છોટા ગ્રામજનોને 20 દિવસ અગાઉ મહત્વનો નિર્ણય લઇ ગામમાં ગેરકાયદે દારૂના વેચાણ અને દારૂના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે જ્યાં કોઈ દારૂનું વેચાણ કરે તો તેને 21 હજારનો દંડ અને જો દારૂનું સેવન કરે તો 5 હજારના દંડની જોગવાઇ ગ્રામજનોએ કરી હતી. 20 દિવસથી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતા ગામનો માહોલ સુધર્યો હતો.ધાનેરા તાલુકાના રામપૂરાછોટા ગામમાં દારૂની બદી સામે દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગામમાં પણ દારૂની બદી વધી જતાં યુવાનોના મોત થઈ રહ્યા હતા. સાથે સમી સાંજે ગામના પ્રવેશ માર્ગ પર પણ અનેક દારૂડિયાઓ રસ્તે પડ્યા રહેતા હતા. જેને લઇ ગ્રામજનોએ સાથે રહી ગામના હિત માટે દારૂબંધી કરી છે. દારૂ બંધીના નિર્ણયના કારણે મહિલાઓમાં વિશેષ આનંદ છે. પરિવારના ઝઘડાનું મૂળ કારણ દારૂ બનતો હતો. ગામમાં જે પ્રમાણે દેશી અને અંગ્રેજી દારૂના વેચાણ અને સેવન પર મહત્વનો નિર્ણય લીધો હતો. જેના કારણે નવી પેઢી કદાચ આ બદીથી દુર રહી શકેતેમ છે.જ્યાં કોઈ દારૂનું વેચાણ કરે તો તેને 21 હજારનો દંડ અને જો દારૂનું સેવન કરે તો 5 હજારના દંડની જોગવાઇ ગ્રામજનોએ કરી હતી.