Publisher Theme
I’m a gamer, always have been.

ડીસાના આકાશ વિલા સોસાયટી માં આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગને અટકાવવા માટે દવા નો છંટકાવ કરવામાં આવ્યો

0 41

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે.સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા માં પણ વરસાદ પડી રહ્યો હતો ત્યારે આવા સમયે અનેક વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાવા થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જે અંતર્ગત આજે ડીસાના આકાશ વિલા સોસાયટી માં આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગને અટકાવવા માટે દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો.
વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય રોગચાળામાં વધારો ન થાય તે માટે ડીસાના આકાશ વિલા સોસાયટી માં આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સારો એવો વરસાદ પણ વરસ્તા ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન કરી હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ડીસા શહેરના આકાશ વિલા સોસાયટી માં પડેલા વરસાદના કારણે સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે અને આ વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આજે ડીસા આરોગ્ય વિભાગના ડૉ જીગ્નેશ હરિયાણી ના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી આ વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે તે તમામ જગ્યાઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત તમામ મકાનો ની છત પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવ્યો હતો હાલમાં વરસાદે વિરામ લીધા બાદ ડીસાના આકાશ વિલા સોસાયટી માં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી હતી આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા રજુઆત કરવામાં આવતા આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે હજુ પણ ડીસામાં આવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી રાણપુર રોડ પર બી.કે.ગેલેક્સિમાં આવેલ શ્રીપતિ સોસાયટી માં પણ પાણી ના નિકાલ માટે કોઈ રસ્તો નથી જેના કારણે અહીં પણ રોગ ચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા આ વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ આવા વિસ્તારોમાં જઇ દવાનો છંટકાવ કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો અટકી શકે તેમ છે

Leave A Reply

Your email address will not be published.