સામખીયાળી માતૃ સ્પર્શ હોસ્પિટલ ભચાઉ તાલુકા માં ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ અવસર ને સેવા ના કાર્ય ની ઉજવણી ના ભાગ રુપે નિઃશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું,
સામખીયાળી માતૃ સ્પર્શ હોસ્પિટલ પર ભચાઉ તાલુકા ભાજપ પરીવાર અને માતૃ સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ પરિવાર હોસ્પિટલ ને લોકો ની આરોગ્ય ની સુખાકારી તેમજ માનવ સેવા કરતા એક વર્ષ પુર્ણ થતા સાથે ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ અવસર ને સેવા ના કાર્ય ની ઉજવણી ના ભાગ રુપે નિઃશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી,પૂજ્ય ગુજરાતી બાબા,પૂજ્ય વિપુલભાઈ સાસ્ત્રી,ત્રિકમભાઈ છાગા, કલાવતિબેન જોષી,અરજણભાઈ રબારી,નરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા,દયારામભાઈ સુબળ,ચનાભાઈ બાળા, વાઘજીભાઈ છાગા, ભરતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત માતૃ સ્પર્શ હોસ્પિટલ ના ચેરમેન વસંતભાઈ કોડરાણી દ્રારા કરવામા આવ્યુ હતું,સાથે ઉપસ્થિત સૌ મહેમાન નો નુ કરછી સાંસ્કૃતિક મુજબ સાલ દ્રારા આકાસ કોડરાણી, ગંભીરસિંહ જાડેજા, ધુર્વ રાજગોર, કુલદીપસિંહ જાડેજા દ્રારા કરવામા આવ્યુ.

આ પ્રસંગે હોસ્પિટલ પરિવાર ના વિકાસ રાજગોર દ્રારા કેમ્પ ની માહીતિ સાથે હોસ્પિટલ એક વર્ષ દરમ્યાન રાજ્ય સરકાર ની અકસ્માત યોજના હેઠળ 100 થી વધારે સર્જરી સાથે આ હોસ્પિટલ દ્રારા એક વર્ષ દરમ્યાન આ હોસ્પિટલ લોકો ને ખુબજ ઉપયોગી બની છે તેની માહીતી સાથે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ને સેવા ના કાર્ય સાથે જોડીને નિઃશુલ્ક નિદાન સાથે દવા પણ નિઃશુલ્ક આપવા જણાવ્યું હતું.