રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌસેવક એવા મુકેશભાઈ નાઈ પોતાના કામકાજ અર્થે ગામમાં જતા હતા ત્યાં બાજુમાં ગૌચરમાં એક બીમાર હાલતમાં એક ગૌમાતા જોવા મળ્યા હતા ત્યારબાદ તાત્કાલિક એમને ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો અને આ બીમાર ગૌમાતાની જાણ કરી હતી ત્યારબાદ ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ આપણા નજીકની ગૌ-હોસ્પિટલ સંસ્થા શ્રી રાજારામ ગૌશાળા આશ્રમનો સંપર્ક કરી તાત્કાલિક ગૌ-એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌમાતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો આ સેવાકીય કાર્યમાં ઠાકોર નાનજીભાઈ, ગૌતમભાઈ, હીરાભાઈ, અને બીજા બે ત્રણ મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે કડકડતી ઠંડીમાં જ્યાં પણ આવી ગૌમાતાઓ બીમાર હાલતમાં જોવા મળે તો આપણાથી બનતા પ્રયાસો કરીને એ ગૌમાતા બચાવવાના સેવાનો લાભ લેવો જોઈએ અને આવી નિરાધાર ગૌમાતાઓને બચાવવાના કાર્યમાં મદદરૂપ થવું જોઈએ એ આપણો મોટામાં મોટો ધર્મ છે આ એક ગૌમાતાનો જીવ બચાવવાના કાર્યમાં જે પણ મિત્રોએ સાથ સહકાર અને સેવાનો લાભ લીધો હતો એ તમામ મિત્રોનો ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવા સેવાકીય કાર્યો કરવાવાળા વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા..