રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર – જીવાણા ગામ વચ્ચેથી ખીલાસરી ભરીને એક ટ્રેકટર બુધવારે જઇ રહ્યું હતું. આ ટ્રેકટરમાં ખીલાસરી ક્ષમતા કરતા વધારે માત્રામાં ભરેલી હતી. ત્યારે ઓવરટેક દરમિયાન ટ્રેકટર પાછળની ટ્રોલી પલ્ટી જતા ખીલાસરી જમીન પર પડી હતી. સદનસીબે જાનહાની અટકી હતી. ટ્રેકટરમાં સવાર એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. ટ્રેકટર અને ટ્રોલી રસ્તા વચ્ચે પલ્ટી મારતા થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો.