રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાથી રાજસ્થાન તરફ દરરોજ 100થી વધુ હાઇવા બેરોકટોક ઓવરલોડ રેતી ભરી જઇ રહ્યા છે. અગાઉ સામરવાડા નજીક એક મહિલાને નંબર પ્લેટ વગરના હાઇવાએ ટક્કર મારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે ધાનેરા મામલતદારએ શુક્રવારે હાઇવે ઉપરથી નંબરે પ્લેટ વગરના એક હાઇવાને પકડી તેનું વજન કરાવતા ત્રણ ટન વધુ રેતી ભરેલું હોઇ કબજે કર્યું હતું.
જેના ડ્રાઇવરનું નામ પૂછતા બળવંતભાઈ જીવાભાઇ વજીર તથા માલિકનું હરચનજી વર્ધાજી લુહાર જણાવ્યું હતું. મામલતદારએ આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને
કરતાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી.