રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારર ધાનેરા
ધાનેરામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારે 481 દબાણદારોને નોટિસ અપાઇ હતી. જેમને એક સપ્તાહમાં પોતાના બાંધકામ અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.ધાનેરામાં કેટલાક વેપારીઓએ દબાણ કરતાં રસ્તા સાંકડા બની ગયા છે. બીજી તરફ વાહનોની સંખ્યા વધતી હોય ટ્રાફિકની સમસ્યા પેચીદી બની છે. લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાએ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ધાનેરા નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે મંગળવારે 481 દબાણદારોને નોટિસ અપાઇ છે. સાથે સાથે તેમના બાંધકામ અંગે ના આધાર પુરાવા રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય પણ અપાયો છે. જે વેપારી પાસે બાંધકામના આધાર પુરાવા નહીં હોય તેમનું દબાણ આગામી સમયમાં તોડી પાડવામાં આવશે.