રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારર ધાનેરા
ધાનેરા પોલીસે મંગળવારના રોજ સામરવાડા નજીક ટ્રકમાથી કતલખાને લઈ જવાતા 32 પાડા બચાવાયા હતા.તથા બે આરોપીની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી ટ્રક સહિત રૂપિયા 13,27,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા પોલીસ મંગળવારના રોજ સામરવાડા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે સામરવાડા નજીક એક ટ્રક નંબર જીજે 08 વાય 9389 નું ચેકિંગ કરતા તેમાં પાસ પરમીટ વગરના ખીચોખીચ 32 પાડાઓ ફ઼રતાપૂર્વક ભરેલા હતા. જેથી પોલીસે ટ્રક ડ્રાઇવર જમસેદ સુભાન મેવ(મુસલમાન) રહે ઉંચકી તાલુકો ભરતપુર રાજસ્થાન વાળા સાથે સેબાજ સાબિરભાઈ શેખ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે