Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ શહેરના વોર્ડ નંબર એકના કોર્પોરેટર અને વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા

0 82

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

પાટણ શહેરના વોર્ડ નંબર એકના કોર્પોરેટર અને વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે હેરિટેજ માર્ગ પર સ્લમ વિસ્તારના લોકો પુસ્તકોથી પરિચિત થાય અને તેઓના જ્ઞાનમાં વધારો થાય તેવા શુભ આશયથી પાટણ નગરપાલિકાના સહયોગથી પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વોર્ડ નંબર એકના કોર્પોરેટર મનોજભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને પુસ્તકાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો એ વિવિધ પુસ્તકોનું વાંચન પણ કરી તેઓની આ કામગીરીને સરાહનીય લેખાવી હતી તો આ પુસ્તકાલયમાં ધાર્મિક ઐતિહાસિક સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો સહિતના પુસ્તકો મૂકવામાં આવ્યા છે ત્યારે મનોજભાઈ પટેલના જન્મદિનને લઈ તેઓના મિત્ર વર્તુળ સહિત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વોર્ડ નંબર એકના લોકોએ પણ તેઓ ને બુકે સાલ મોમેન્ટો અને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી

Leave A Reply

Your email address will not be published.