પાલડી ગામે બિરાજતા પ્રાચિન અને પરમ શ્રદ્ધેય એવા જાળેશ્ર્વર મહાદેવનાં મંદિરનાં પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોક મેળો યોજાયો હતો
રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
પાટણથી થોડે દૂર આવેલા પાલડી ગામે બિરાજતા પ્રાચિન અને પરમ શ્રદ્ધેય એવા જાળેશ્ર્વર મહાદેવનાં મંદિરનાં પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોક મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકનાં ગ્રામજનો મેળો મહાલવા માટે ઉમટી પડયા હતા. અહીં ચગડોળ સહિત ખાણી પીણીની બજાર સહિતનાં મનોરંજનનાં સાધનો મૂકવામાં આવ્યા હતા.
દરમ્યાન મંદિરનાં પરિસરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે 12 વાગે શરુ થયેલી પાટણનાં ઔદિચ્ય બ્રાહમણ સમાજનાં વર્ષોનાં કરવૈઠા પ્રમાણે પરંપરાગત ભવાઈ વેશની ભજવણી કરાઈ હતી. ચૌદશની આખી રાતથી આજે પૂનમની બપોર સુધી બ્રાહમણ સમાજનાં કલાકારોએ અવનવી વેશભૂષા ધારણ કરી હતી. જેમાં જુઠણ, રંગલો,કાળકા સહિતનાં વેશોનો સમાવેશ થયો હતો. આજે સવારે અન્ય ભવાઈ વેશ ભુંગળો તથા પરંપરાગત વાજિત્રયોનાં નાદ અને સંગત સાથે કરાયેલી ભવાઈવેશની પ્રસ્તુતિ બપોરે 12 વાગે રામ રાવણનાં યુધ્ધ સાથે સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમાં સમાજનાં કલાકારોએ રામાયણનાં પાત્રો રામ, રાવણ, સીતા, હનુમાન સહિતની વેશભૂષા ધારણ કરીને આ પાત્રો તેમાં ગળાડુબ બનીને
આ ભવાઈ વેશની સંપન્નતા પછી તુરત જ ભગવાન જાળેશ્વર દાદાની આરતી પૂજા કરાઈ હતી. અને ભગવાનની જળ ઝિલણાની પાલખી યાત્રા જે ગ્રામજનોની આગેવાનીમાં વાગતા. ઢોલે પાલડી ગામની પરિક્રમા માટે પ્રસ્થાન પામી હતી. અને ગામનાં તળાવમાં જઈને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા સમાજના લોકો પરિવારો ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે જાલેસવર મહાદેવ ના પૂજારી એ વર્ષો થી જાલેસવર દાદા ના પ્રાગણ માં પરંપરાગત રમાતી ભવાઈ અંગે વધુ માહિતી આપી હતી

