Publisher Theme
I’m a gamer, always have been.

પાટણની ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આખા દિવસનો ગુજરાતી વ્યાકરણ સેમિનાર યોજાયો હતો.

0 34

રિપોર્ટર ઈક્બાલશાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ફત્તેસિંહરાવ લાયબ્રેરીનાં પ્રમુખ ડૉ. શૈલેષભાઈ સોમપુરાએ કર્યુ હતું. આજે સેમિનાર બાળકો છંદ, વ્યાકરણ, જોડણી વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવશે. બાળકો અંલંકારોને ઓળખી શકે અને ગુજરાતી ભાષાનાં જ્ઞાન વર્ધન સાથે પરીક્ષામાં પૂછાતા વ્યાકરણમાં પ્રશ્નોમાં વધુમાં વધુ માર્કસ મેળવી શકે તેવો આ સેમિનારનો હેતુ છે. આ પ્રસંગે ટ્રેનર શિક્ષકો ડૉ. વિમલભાઇ ખમાર, દાનેશભાઇ આર. મોદી, બાબુભાઇ વી. સોલંકીએ બાળકોને વ્યાકરણનાં વિવિધ વિષયો અંગે સવિસ્તર જાણકારી આપી હતી. આ પ્રસંગે ડૉ. શરદભાઇ પટેલ, દિલીપભાઇ આનંદજીવાલા, ડૉ. બ્રિન્દેશ પટેલ, જયેશભાઈ વૈદ્ય, પરેશભાઇ ઘીવાળા, કનુભાઇ પટેલ, શહેરની વિવિધ શાળાનાં આચાર્યે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની લાયબ્રેરીઓ પ્રવાસ કરતાં દંપતિ સંતોષભાઇ કરાડે અને આરતીબેન કરાડેએ પૂસ્તકાલયને પૂસ્તકોની ભેટ આપી હતી. આ પ્રસંગે સુનિલભાઇ પાગેદાર, મહાસુખભાઇ મોદી, જયેશભાઇ વ્યાસ, રાજેશ પરીખ સહિત અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમોનું સંચાલન કમલેશભાઇ સ્વામીએ ક્યું હતું.

Leave A Reply

Your email address will not be published.