પાટણ શહેરમાં ગણેશ વિસર્જન, ઈદે મિલાદના જુલુસ અને અંબાજી પદયાત્રા સંઘનો ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..
રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
પાટણ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના નીકળનારા જુલુસ અને ભાદરવીપૂનમે અંબાજી પગપાળા યાત્રા સંઘોને લઇ બુધવારે સાંજે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એ. ડિવિઝન પી.આઈ અને બી ડિવિઝન પી.આઈ તેમજ પાટણ નગરપાલિકા ના પ્રમુખ-ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ની તેમજ રાજકીય, સામાજિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી શાંતિ સમિતિ ની બેઠકમાં કોમીએખલાસ અને ભાઈચારા વચ્ચે આગામી આવનારા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી સંપન્ન બને તે માટે હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનોએ સહિત રાજકીય,સામાજીક આગે વાનોએ અભિલાષા વ્યક્ત કરતા શાંતિ સમિતિમાં ઉપસ્થિત રહેલા ડીવાય એસપી પંડ્યા સહિતના પોલીસ સ્ટાફ અને અન્ય હાનુભાવો એ હિન્દુ મુસ્લિમ આગેવાનોને તહેવારોની શુભેચ્છા પાઠવી તમામ પ્રકારે સહયોગ આપવા ખાતરી આપી હતી.
