Publisher Theme
I’m a gamer, always have been.

પાલિકા એ પોલીસ ને સાથે નવા બસ સ્ટેન્ડ વિસ્તાર ના ગેરકાયદેસરના 30 થી 40 દબાણો દુર કયૉ..

0 116

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

લારી ગલ્લા સહિત ના ગેરકાયદેસર ના પાકા બાધકામો દુર કરી માર્ગોને ખુલ્લા કરાયા…

કેટલાક દબાણકારો એ નગરપાલિકાની પરમિશન વગર ભૂગર્ભ કનેક્શન અને નળ કનેક્શન લીધા હોવાનુ ધ્યાને આવતા તેઓની સામે પાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે..

પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે ના શાસન નું સુકાન સંભાળનાર નવનિયુક્ત પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક સહિતની ટીમ દ્વારા શહેરીજનોની સુખાકારીને પ્રાધાન્ય આપવા પ્લાનિંગ સાથે કામગીરી શરૂ કરી છે. શહેરીજનોને ભોગવવી પડતી રખડતા ઢોરોની સમસ્યા,ટ્રાફિકની સમસ્યા
રોડ,રસ્તા,પાણી,વીજળી ભૂગર્ભ ગટરની સમસ્યા જેવી પ્રાથમિક સમસ્યાના રાકરણ માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે. ત્યારે ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકાના દબાણ હટાવો ઝુંબેશ માં જોડાયેલા કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારથી સિધ્ધપુર ચાર રસ્તા સુધીના માર્ગો પર આડેધડ અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી, ગલ્લા સહિતના કેટલાક પાકા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાટણ નગરપાલિકા અને પોલીસ સ્ટાફ મળી અંદાજિત 50 જણનો કાફલો આ દબાણ હટાવો ઝુંબેશ માં જોડાયો હતો. અને આ વિસ્તારના 30 થી 40 જેટલા લારી ગલ્લા સહિતના પાકા બાંધકામોના ગેરકાયદેસર ના દબાણો દૂર કરી ટ્રાફિક ની સમસ્યાને નિવારવામાં આવી હતી. તો કેટલાક દબાણ કરતા દ્વારા નગરપાલિકાની પરમિશન વગર ગેરકાયદે સર રીતે ભૂગર્ભ ગટર કનેક્શન, નળ કનેક્શન લીધા હોવાનું પણ ધ્યાને આવતા પાલિકા દ્વારા તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પાટણ નગર પાલિકાના એસઆઈ મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈ દબાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન દૂર કરાયેલા લારી ગલ્લાઓ સહિતનો કાટમાળ પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે નગર પાલિકા ખાતે લાવવામાં આવ્યો હોવાનું પણ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન દ્વારા પાટણ શહેરમાં બિનઅધિકૃત દબાણનો ફાટી નીકળેલા રાફડા પર પણ બુલડોઝર ફેરવવામાં આવે તેવી બુદ્ધિજીવીઓની માંગ ઉઠવા પામી છે તો શું પાલિકા તંત્ર દ્વારા બિન અધિકૃત દબાણો સામે લાલ આંખ કરી તેઓની ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવશે ખરા કે પછી પત્રમ પુષ્પમ ના બોજા હેઠળ આવી સબ સલામત હેની સુફિયાણી વાતો કરશે તે તો આવનાર સમય જ બતાવશે

Leave A Reply

Your email address will not be published.