રિપોર્ટર – મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી
ગતરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા ઉત્સવ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી દ્વારા સંચાલિત, તાપી જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ વ્યારા મુકામે યોજાયો હતો. જેમાં યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે અભ્યાસ કરતી દીકરીઓએ પહેલા જ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી અને વિજય પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ એન્ટ્રી મેળવેલ હતી.

આ જિલ્લા યુવા મહોત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં યુનિક વિદ્યાભવન સોનગઢ ની ગુજરાતી માધ્યમ ધોરણ 11 કોમર્સની દીકરી મનીષા લાખાભાઈ આંબલીયા એ લોકવાર્તા સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો અને યુનિક વિદ્યા ભવન અંગ્રેજી માધ્યમ ધોરણ 12 કોમર્સ ની દીકરી સુમૈયા યુસુફભાઈ હવેલીવાલા ખુલ્લો વિભાગ શીઘ્ર વકૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવ્યો હતો.
વિજેતા થયેલ યુનિક વિદ્યા ભવન, સોનગઢ ની આ બંને દીકરીઓને જિલ્લા મહિલા અને બાળ સુરક્ષા ની કચેરી તરફથી બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઇનામ આપવામાં આવ્યું હતું