Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના ચારડા ગામની જૂની સ્કૂલનો કાટમાળ ઊતારો

0 131

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

તાલુકાના ચારડા ગામે પ્રાથમિક શાળાના નવા મકાન બનાવ્યે કેટલાય વર્ષ થવા આવવા છતાં ગામમાં પડેલ જૂની શાળાના ઓરડા ઉતારવામાં આવેલ ન હોવાથી તે જ્યાં હતા ત્યાં પડી ગયેલ છે અને તે એટલા ક્ષતિગસ્ત હોવાથી ક્યારેક મોટી જાનહાની સર્જે તેવી પરીસ્થિતીમાં ઉભા છે. માટે આ જૂના ઓરડા તાત્કાલિક ધોરણે ઉતારવા ગ્રામજનો જણાવી રહ્યા છે.ગામના રહીશ મફાભાઇએ જણાવ્યું હતું કે ‘ગામના ગોદરે આ જુની શાળા ઉભી છે. જે ખંડેર હોવાના કારણે તેમજ દૂધ ડેરીની બાજુમાં હોવાથી અને ગામના મુખ્ય રસ્તા ઉપર હોવાથી બાળકો પણ આ રસ્તે નિકળે છે. અને શાળાના ખંડેર મકાનમાં બાળકો રમવા પણ જતા રહેતા હોય છે.આથી જાનહાની સર્જાવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો કોઇ ઘટના બને તે પહેલા ઓરડા તોડીને જમીનદોસ્ત કરવા જોઇએ તેવી ગ્રામજનોની અરજ છે. આ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં પણ લેખીત આપવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી.

Leave A Reply

Your email address will not be published.