વડગામ તાલુકા ના બસુ ગામ ખાતે પ્રાથમિક શાળા માં નિ :શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પમાં સ્પેશિયાલીસ્ટ તરીકે પાલનપુરની બચપન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો.હર્ષ એચ.પ્રજાપતિ , પ્રિયંક પટેલ, તેજલ પ્રજાપતિ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસ, નિદાન તથા સારવાર આપવામાં આવી જેમાં દવાઓ પણ ફ્રી માં આપવામાં આવેલ.અને 95 બાળકો ની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી.
આ કાર્યક્રમ માં ગામ ના સરપંચ શ્રી મોફિકભાઈ ,ડેપ્યુટી સરપંચ રસુલભાઈ,અને ગામના આગેવાન રમેશભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પ્રજાપતિ , ઇસ્લાઈમ ભાઈ મીર ,અને આમીનભાઈ તથા બચપન હોસ્પિટલ ના સ્ટાપ માંથી હિતેશકુમાર રમેશભાઈ સેનમા અને ગામના લોકો એ આ કેમ્પ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી.