Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા સતી માતાજીના મંદિર પાસે ગટર ઊભરાતાં પરેશાની

0 128

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા નગરપાલિકાની કથળતી વ્યવસ્થાના લીધે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ધાનેરાના સ્લમ વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઇ બાબતે ધ્યાન ન આપવાના લીધે સતી માતાજીના મંદિર, કુરેશી મસ્જીદ, વેપારીવાસ, ગણપતિ મંદિર વગેરે વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રસ્તા ઉપર રેલાતા લોકોને રસ્તા ઉપર પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધાનેરા નગરપાલિકાની બેદરકારી અને નિષ્કાળજીના લીધે ધાનેરામાં મોટાભાગના સ્લમ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા તેમજ પુરતી સફાઇ ન થવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વાત છે સતી માતાજીના મંદિર, કુરેશી મસ્જીદ, વેપારીવાસ, ગણપતિ મંદિર વગેરે વિસ્તારોની આ વિસ્તારમાં ઘણા સમયથી ગટર ઉમરાવાના કારણે ગટરના ગંદા પાણી રોડ ઉપર ગંદકી ફેલાવી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે નગરપાલિકા કચેરીમાં પહોંચીને ચિફ ઓફિસરને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ સ્લમ વિસ્તારમાં દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.

Leave A Reply

Your email address will not be published.