Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં પ્લાયવુડની ફેક્ટરીમાં ભભૂકી આગ

0 252

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા-થરાદ હાઇવે ઉપર આવેલ અક્ષર પ્લાયવુડ ફેક્ટરીમાં શુક્રવારે રાત્રે પ્લાયવુડ બનાવવાની કામગીરી ચાલુ હતી. ત્યારે પ્લાય બનાવતા મશીનમાં વધારે હીટિંગ થતાં અચાનક મશીનમાં આગ લાગી હતી. જેથી આ ફેક્ટરીમાં અફરા-તફરી મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને ફેક્ટરીના માલિકે તાત્કાલિક ધોરણે ધાનેરા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આગ કાબૂમાં ન આવતા અન્ય જગ્યાએથી પાણીના ટેન્કરો પણ મંગાવ્યા હતા. જેથી પાંચ કલાક પછી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીના માલિક બાબુલાલ સુથારે જણાવ્યું હતું કે આગમાં મશીનરી તેમજ સામાન બળી ગઈ છે.

Leave A Reply

Your email address will not be published.