Publisher Theme
I’m a gamer, always have been.

૧૫મી ઓગષ્ટ બકુલ પરમારના જન્મ દિન નિમિતે અનોખી પહેલ..

0 37

૧૫મી ઓગષ્ટ બકુલ પરમારના જન્મ દિન નિમિતે અનોખી પહેલ..

અરવલ્લીની ગિરિમાળાના આંતરિયાળ ગામડાઓમાં દિવ્યાંગ જનજાગૃતિ અભિયાન હેઠળ પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણબેન રાવલે દિવ્યાંગ રથનું પ્રસ્થાન કરાવ્યું..

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને કપિલ એસ.ચૌહાણના સહયોગથી એક અનેરો નવતર પ્રયોગ..

રિપોર્ટર જિલ્ફીકાર મકરાણી બૌદ્ધિક ભારત પાલનપુર

તારીખ ૧૫ ઓગસ્ટ ખોડલા પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક શ્રી બકુલ પરમારના જન્મ દિનની ઉજવણી નિમિતે બકુલ પરમારે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ એસ.ચૌહાણના સહયોગથી જન્મ દિવસની ઉજવણી નિમિતે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનોખી પહેલ કરી છે.જેમાં તારીખ ૧૩/૦૮/૨૦૨૩ ના રોજ દિવ્યાંગ જન જાગૃતિ રથ રૂટ-૧ નું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશી,બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી જીગ્નેશભાઈ સણોદરિયાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જેમાં ૨૦૦થી વધુ દિવ્યાંગ જનનો ડોર ટુ ડોર લોક સંપર્ક કરી જરૂરી માહિતી આપી લાભ અપાવ્યા હતા.જેમાં સમાજ સુરક્ષા સહાયક શ્રી ભવાનીભાઈ જોશી,બાળ સુરક્ષા કચેરીમાંથી શ્રી જયેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તા.૧૫મી ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ઈકબાલ ગઢ ખાતે ઈકબાલ ગઢ પગાર કેન્દ્ર શાળામાં દિવ્યાંગ જન જાગૃતિના બીજા દિવસે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો જે રૂટ નંબર -૨ પર પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણબેન રાવલના હસ્તે દિવ્યાંગજન જાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે રથ ઈકબાલ ગઢ જેવા અંતરિયાળ વિસ્તારમાં ઈકબાલ ગઢ પગાર કેન્દ્ર શાળામાં પહોંચેલ હતો. જ્યાં ૧૦૦ કરતાં વધુ દિવ્યાંગ મિત્રો હાજર રહ્યા હતા. તેઓને પડતી મુશ્કેલીઓનું એક ફોર્મ તૈયાર કરી રૂબરૂ ભરાવી જરૂરી સાધનિક કાગળો મેળવી જરુરિયત મુજબ લાભ આપી ઘણા દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામા આવ્યું હતુ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપેલ દિવ્યાંગ બસ પાસ અને મંજૂર થયેલ પાલક પિતા સહાયની ફાઈલ કોપી બકુલ પરમાર અને કપિલ ચૌહાણના હસ્તે સ્થળ પર જ દિવ્યાંગ મિત્રોને આપવામાં આવી હતી.આ સાથે નગરપાલિકા પાલનપુરના પ્રમુખ શ્રી કિરણબેન રાવલ,મહિલા અધિકારીશ્રીઓ,દેવેન્દ્રભાઈ રાવલ, ખોડલા પ્રાથમિક શિક્ષક શ્રી બકુલભાઈ પરમાર, જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ.એસ.ચૌહાણ દલવાડા,જિલ્લા સમાજ સુરક્ષા સહાયક અમીરગઢ શ્રી જયેશભાઈ ચૌહાણ, બાળ સુરક્ષા કચેરીમાંથી શ્રી ભરતભાઈ શ્રીમાળી, શ્રી ઉમંગભાઈ રાણા,શ્રી સાગરભાઈ જોષી, સમાજ સુરક્ષા સ્ટાફ,મનસુસિંહ,યુનિસેફ પ્રોજેક્ટ તાલુકા કો ઓર્ડીનેટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વિશિષ્ટ શિક્ષકશ્રીઓ અને સ્પેશિયલ ટીચરની ટીમ દ્વારા બકુલ પરમારને શાલ ઓઢાડી સન્માન કરી જન્મદિવસ પર આવા વિશિષ્ઠ કાર્યો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. આંતરિયાળ ગામડાઓમાં ૩૦૦ કરતાં વધુ દિવ્યાંગ લોકોએ આ અભિયાનમાં જોડાઈ પોતાને મળતા લાભો મેળવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.