રિપોર્ટર .સુખસિંહ બી.ઝાલા બૌદ્ધિક ભારત ધનસુરા
શનિવારે રાત્રે ધનસુરા તાલુકામાં સર્વત્ર વરસાદ થયો, ધનસુરા માં અગાઉ ના વરસાદ બાદ થોડા દિવસ ના વિરામ બાદ આજે રાતે સારો વરસાદ પડ્યો છે, આખી રાત ધીમે ધીમે સરેરાશ ગતિ એ વરસાદ પડ્યો હતો, જે ખેતી ને ખૂબજ ફાયદાકારક છે એવું ખેડૂતો નું માનવું છે, ખેડૂતો ના જણાવ્યા મુજબ જો આખા ચોમાસા દરમિયાન આ રીતે વરસાદ વરસે તો ખેતી ને ખૂબ જ ફાયદાકારક રહે, અને જમીન સ્તર માં પણ પાણી સારી રીતે ઉતરે જેથી શિયાળો ઉનાળા માં પણ પાણી ની તંગી ના પડે, સારા વરસાદ થી નદી, જળાશયો માં પણ નવા નીર આવ્યા છે, સમયસર અને જરૂરિયાત મુજબ નો વરસાદ પડવાથી ખેતરો માં પાક લહેરાઈ ઉઠયો છે.