વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી, શિયાવાડા પ્રાથમિક શાળાશાળા પરિવાર , SMC સભ્યો , ગ્રામ પંચાયતના સભ્યો તથા લીફ સંસ્થા દ્વારા શાળાના સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
રિપોર્ટર – મહેશ રાવલ. બૌદ્ધિક ભારત દહેગામ
આજે ‘ વિશ્વ પર્યાવરણ દિન ‘ નિમિતે શિયાવાડા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર , SMC સભ્યો , ગ્રામ પંચાયતના સભ્યો તથા લીફ સંસ્થા દ્વારા શાળાના સંકુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં શાળાના SMC સમિતિના અધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ , લીફ સંસ્થામાંથી મુખ્ય મહેમાન તરીકે પધારેલ સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન જોહરી મેડમ , સંસ્થાના સેક્રેટરી ડૉ.બબીતા બેન મૂર્તિ , સાથે પ્રોગ્રામ કો – ઓર્ડીનેટર શ્રીમતી શીતલબેન વાઘેલા.શાળાના આચાર્ય શ્રીમતી પ્રિયંકાબેન તથા શાળાના શિક્ષક ગણ પણ જોડાયા. આ પ્રસંગ નિમિતે શાળાના SMC ના સભ્યો સાથે સંસ્થાના પધારેલ મહેમાન શ્રી ઓએ પર્યાવરણ સંદર્ભે ગહન ચર્ચા કરી અને અત્યારના સમયમાં પર્યાવરણના મહત્વ વિશે ઊંડી ચર્ચા કરી અને એને જાળવવા માટે બધાના સાથ સહકાર આપવા અનુરોધ કર્યો.અંતમાં શાળામાં વૃક્ષોના વાવેતર પછી એના જતન કરવા વિનંતી કરી.