કપડવંજ ખાતે KDCC બેંક દ્વારા બેંક ની વિવિધ ગ્રાહક લક્ષી લોન યોજના અને તેમના પ્રશ્નો નું નિરાકરણ શિબિર યોજાઇ.
રિપોર્ટર. સુરેશ ભાઈ પરમાર બૌદ્ધિક ભારત કપડવંજ,
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડિયાદ બેંક ની વિવિધ ગ્રાહક લક્ષી લોન યોજના અને તેમના પ્રશ્નો નું નિરાકરણ કપડવંજ ખાતે સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ વાડી ટાઉન હોલ પાસે કાર્યક્રમ ને શરૂ કરતા પહેલા પ્રાર્થના સ્વાગત પ્રવચન ફૂલહાર થી સ્વાગત દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ને શરૂ કરવામાં આવ્યો. બેંક ની વિવિધ લોન યોજના અને સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ સરળતા થી લઇ શકાય તેમજ ગ્રાહકો અને મંડળીઓ ના મુજવતા પ્રશ્નો ને લોન ઓફિસર , ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા કપડવંજ કઠલાલ, બેંક ના ચેરમેન તેજસ ભાઈ બી પટેલ , પ્રમુખ ખેડા જિલ્લા ભાજપ અજય ભાઈ બી બ્રહ્મભટ્ટ , વાઇસ ચેરમેન રાજેન્દ્ર સિંહ બી પરમાર , ચેરમેન ખેડા ખેડા જિલ્લા સહકારી સંઘ નડિયાદ તથા ડિરેક્ટર અમૂલ ડેરી આણંદ જયેશભાઈ સી પટેલ ,. ડિરેક્ટર ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ ડિરેક્ટર શ્રી કપડવંજ તાલુકા સંઘ કપડવંજ મધુબેન એન પટેલ ,. ડિરેક્ટર અમૂલ ડેરી આણંદ શારદા બેન એચ પટેલ ,. ચેરમેન એ પી એમ સી કપડવંજ નિલેશભાઈ એમ પટેલ,. ચેરમેન કપડવંજ તાલુકા સંઘ કપડવંજ મનુભાઈ સોમાભાઈ પટેલ,. ચેરમેન ચાઈલ્ડ વેલફેર કમિટી કપડવંજ દશરથ ભાઈ એમ પટેલ , ભારતીય જનતા પાર્ટી કપડવંજ ધવલ ભાઈ એન પટેલ ,. ચેરમેન તથા ડિરેક્ટર એ પી એમ સી કપડવંજ નરોત્તમ ભાઈ એમ પટેલ આ તમામ ની ઉપસ્થિતિ માં વહેલી તકે તમામ પ્રશ્નો નું નિરાકરણ લાવવા તેમજ નવી યોજનાઓ ની પણ ચર્ચા કરવા માં આવી હતી વધુમાં કપડવંજ કઠલાલ ના યુવા ધારા સભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા આવેલ તમામ સહકારી આગેવાનો કર્મચારીઓ ને જણાવ્યું હતું કે એમની ધારાસભ્ય બન્યા પછી ની મુલાકાત સહકારી મંડળીઓ ના કર્મચારીઓ જોડે થય છે , અને એ પણ જણાવ્યું હતું કે કોઈ પણ માં બાપ વગર ના બાળકો નો હોય તો એવા બાળકો માટે બને એટલી મદદ કરવા માટે તૈયાર છે ત્યારબાદ સ્વરૂચી ભોજન સાથે કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

