પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પૃજામાં હવે જાગૃતતા આવી ગઈ હોય તે પ્રમાણે સરકારી યોજના માં ચાલતી લાલિયાવાડી બંધ કરવા માટે પૃજા આગળ આવી રહી છે. ધાનેરા તાલુકાના દરેક નાગરિકની એક જ ઈચ્છા છે કે ધાનેરા તાલુકામાં પાણી ની સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવા ભાવ સાથે તાલુકાની જનતા વરસાદી પાણીના સંગ્રહ માટે સામે ચાલીને પોતાની કમાણી સરકાર તરફ સમક્ષ ધરી છે જેના થકી ગામે ગામ સરકાર અને પ્રજાના સાથ સહકારથી વરસાદી પાણીનો સંગ્રહ થાય તેના માટે સરકારી રેકર્ડ ઉપરના તળાવો ઊંડા અને મોટા કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે જોકે ધાનેરા તાલુકાની પ્રજા સાથે સિંચાઈ વિભાગને કોઈ વેર હોય તે પ્રમાણે તે પ્રમાણે મોટાભાગના ગામોમાં તળાવ ઊંડા કરવાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી દીધો છે ધાનેરા તાલુકાના માલોતરા ગામના આગેવાનો તેમજ પશુપાલકો અને ખેડૂતોએ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે આકરા પગલા લેવાય જેનાથી ભવિષ્યમાં ગામડાના લોકોને પશુપાલકો સાથે અન્યાય ન થાય તેને લઈને ધાનેરા તાલુકાના વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગ્રામજનોએ એકત્ર થઈ લોક ફાળો 15 લાખ 40 હજાર તેમજ સરકાર દ્વારા મંજૂર થયેલ 40 લાખની ગ્રાન્ટ જે બાબતની કામગીરી બનાસ ડેરી પાલનપુર મારફત તળાવનો ખોદકામનો કોન્ટ્રાક્ટર લવજીભાઈ મેઘરાજભાઈ પટેલનાઓને શોપેલ છે જેઓ એ સરકારશ્રીના તમામ નીતિ નિયમો તેમજ ગ્રામ પંચાયતના નીતિ નિયમોને વિરુદ્ધ જઈ કામગીરી કરેલ નથી અને કામગીરી દરમિયાન કામના કોન્ટ્રાક્ટરે અમો અરજદારના લોક ફાળો તેમજ સરકારશ્રીમાં મળેલ ગ્રાન્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ છે અને આ કામના કોન્ટ્રાક્ટર ગ્રામજનો સાથે અને સરકારશ્રી સાથે છેતરપિંડી કરી કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વગર નાણાઓ હડપ કરી લીધેલ છે. તેમજ આ કામના કોન્ટ્રાક્ટર એ માલોતરા ગ્રામ પંચાયત માં તેઓએ કરેલ કામગીરી બાબતનો કોઈ પણ પ્રકારનો વર્ક ઓર્ડર રજૂ કરેલ નથી તેમજ અમુક ગામ લોકો અને માલોતરા ગામના સરપંચ શ્રી એ વર્ક ઓર્ડર ની વારંવાર ઉઘરાણી કરવા છતાં વર્ગ ઓર્ડર આપેલ નથી અને આ કામના કોન્ટ્રાક્ટર હાલમાં તળાવના ખોદ કામ દરમિયાન મોટા પ્રમાણમાં નાણાઓ હડપ કરી નાસી ગયેલ છે અને તેઓને કરવાની થતી કામગીરી કરેલ નથી.

