Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના ધરણોધર પ્રા.આ. કેન્દ્રમાં મોડા આવનાર છ કર્મચારીનો ખુલાસો પુછાયો

0 105

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ મોડો આવવા બાબતે અનેકવાર રજૂઆતો થવા પામી હતી અને તે બાબતે તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ કરતાં મોડા આવનાર છ કર્મચારીઓને મોડા આવવા બાબતે ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી.
રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ધરણોધર ગામમાં અદ્યતન સુવિધાવાળું પ્રાથમિક બનાવવામાં આવેલ છે પરંતુ સ્ટાફ સમયસર હાજર ન રહેવાના કારણે દર્દીઓ મુશ્કેલી ભોગવતા હોવાથી લોકોએ તાલુકા આરોગ્ય અધિકારીને 28 એપ્રિલે રજૂઆત કરી હતી. આથી તાલુકા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાયોમેટ્રીક હાજરી ચેક કરતાં સમય કરતાં મોડા આવતાં જણાતાં બે ડોક્ટરો સહીત છ કર્મચારીને અનિયમત્તા બાબતે તેમની બીન પગારી કેમ ના કરવી તે કારણને લઇ બે દિવસમાં ખુલાસો આપવાની નોટીસ આપવામાં આવતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ધાનેરાના ધરણોધર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ મોડો આવતો હોવા બાબતે તાલુકા આરોગ્ય અધિકારીએ બાયોમેટ્રીકની હાજરી તપાસી મોડા આવનાર છ કર્મચારીઓને ખુલાસો કરવા નોટીસો આપવામાં આવી છે અને દરેક તાલુકામાં જે જે લોકો મોડા આવતા હશે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે જીલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી છે. જેથી સમયથી મોડા આવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી થશે.તેમજ ઈએમઓ ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતુ. કોને-કોને નોટિસ અપાઇ ડો. એચ.પી. મકવાણા (મેડીકલ ઓફિસર)’, ડો. એમ.આર. રાજપુત (આયુષ ડોક્ટર), ડી.કે.રાવલ (એફ.એચ.એસ), એમ.જે.તરાલ (એમ.પી.એચ.એસ), કે.એન.સોલંકી (લેબટેક), ડી.આર.પટેલ (ફાર્માસિસ્ટ)

Leave A Reply

Your email address will not be published.