Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના નેગાળા ગામમાં રીંછે ખેડૂત ઉપર હુમલો કરી ઘાયલ કરતાં ફફડોટ

0 174

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમો પાંજરા સાથે પહોંચી રીંછને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

ધાનેરા તાલુકાના નેગાળા ગામની નદીમાં શનિવારે સવારે એક રીંછ આવતા આજુબાજુના ખેતરોવાળા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો પણ આ રીંછને ભગાડવા માટે લાકડીઓ સાથે પહોંચ્યા હતા. જે દરમિયાન એક વ્યક્તિને રીંછ ઘાયલ કર્યો હતો. જેથી તેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો. જેથી ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની દાંતીવાડાનોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જની ટીમો પાંજરા સાથે બે ગાડીઓ, ગનમેન અને ડોક્ટર સાથે 20 કર્મચારીઓ નેગાળ ગામે પહોંચ્યા હતા. અને નદીના પટમાં પાંજરા સાથે વન વિભાગની ટીમ દ્વારા રીંછ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ નદીમાં બાવળોના કારણે વન વિભાગની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને મોડી સાંજ સુધી ભારે જહેમત ઉઠાવવા છતાં રીંછ વન વિભાગના હાથમાં ન આવતા ગ્રામજનોમાં ફરી ભયનો મહોલ જોવા મળ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.