ગાંધીનગર જિલ્લા ના દહેગામ તાલુકામાં રખિયાલ ગામ માં ગયા અઠવાડીયે ઠેર ઠેર કચરાના ઢગલા વિશે બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલ દ્વારા સમાચાર આપવામાં આવ્યા હતા. જે બૌદ્ધિક ભારત ન્યુઝ ચેનલ નો અવાજ ગુંજી ઉઠ્યો ને તે સાંભળીને ગામ ના સરપંચ શ્રી તથા ગામ પંચાયતની ટીમ દ્વારા સ્વચ્છ અભિયાન શરૂ કરવામાં આવ્યું .

જેમાં જે સી બી તથા ટેકટર દ્વારા ઠેર ઠેર કચરાના ઢગલા હટાવી દેવામાં આવ્યા અને રોજ સવારે ગ્રામ પંચાયત નું ટ્રેક્ટર બજારમાં તથા ગામમાં કચરો લેવા માટે ફરી રહ્યું છે
અને કચરો ટ્રેક્ટર દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ પંચાયતની ટીમ દ્વારા એક જાહેરાત પણ ગામ જનોને આપવામાં આવે છે કે ટ્રેક્ટર રોજ સવારે આવી રહ્યું છે તો તેમાં જ સીધો કચરો નાખી દેવો અને જો કદાચ કોઈ કારણોસર ટ્રેક્ટર ના આવી શકે તો બીજા દિવસે તો આવશે જ માટે કચરો જ્યાં ત્યાં નાખવો નહીં અને તે છતાં પણ જો કચરો નાખતા પકડાઈ ગયા તો ગ્રામ પંચાયત દ્વારા 500 થી હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. માટે ગ્રામજનોને પણ હવે કચરો જ્યાં ત્યાં નાખવા દેવામા આવશે નહીં.

કચરાના ઢગલા ની સાથે સાથે બજારમાં સ્ટેટ લાઈટો પણ ઘણા ટાઈમથી બંધ પડી ગઈ હતી જે સરપંચ શ્રી દ્વારા 50 એલ.ઇ.ડી લાઇટો લાવીને લગાવવામાં આવી ને ઘણા ટાઈમથી બજારમાં ચોરિયો થઈ રહી હતી તે પણ આ સ્ટેટ લાઈટ લગાવવાના કારણે ઓછી થઈ જશે. અને ગ્રામજનોને રાત્રે આવવા જવામાં ને વાહન વ્યવહાર લાવવામાં લઈ જવામાં પડતી તકલીફો દૂર થઈ જશે.તથા સરપંચ શ્રી દ્વારા કચરા નો નિકાલ કરવામાં આવ્યો તેમ હવે રસ્તા નું દબાણ પણ ટૂંક સમય માં હટાવી દેવામા આવશે તેવું જણાવ્યું.