જરૂરિયાતમંદ લોકો તથા મુંગા પશુ પંખીઓની સેવા કરવાનો અનોખો શોખ ધરાવતા ઠાકોરદાસ ખત્રી…
બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં રહેતા ઠાકોરદાસ જામદાસ ખત્રી જેઓ સિમલા ગેટ વિસ્તારમાં પવન ફૂટવેર નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે તેમના માટે સવાર થી સાંજ સુધી તમામ દિવસો સેવાકીય કામગીરીમાં જ જાય છે હાલની પરિસ્થિતિને જોતા માણસ માણસ નો નથી થતો તેવા સમયે તેવો કોઈ પણ વ્યક્તિનો ગમે ત્યારે ફોન આવે તો તાત્કાલિક તેઓ પોતાનો કીમતી સમય ફાળવી પશુ પંખીઓના જીવ બચાવવા પહોંચી જાય છે ગમે તે વૃક્ષ પર પણ ચડીને અનેક પક્ષીઓના પણ જીવ બચાવેલ છે તેઓએ અત્યાર સુધી ૨૦૦૦ થી વધુ પશુ પંખીઓના જીવ બચાવ્યા છે જેમાં લોહી લુહાણ હાલતમાં પડેલા પશુ પંખીઓ સહિત જીવ બચાવેલ છે બસ એટલું જ નહિ તેઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો અને બાળકોને ચપ્પલ, બિસ્કીટ, ચોકલેટ, કપડાં, સ્વેટર, ધાબળા વિતરણ કરતા હોઈ છે તથા કોરોના મહામારી ની કઠિન પરિસ્થિતિ થી લઈને અત્યાર સુધી અનેક લોકો સુધી માસ્ક અને કરિયાણા કીટ પણ પહોંચતી કરેલ છે તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટ , માસ્ક પણ વિતરણ કરી પ્રેરણારૂપ બન્યા છે તે બદલ જીવદયા પ્રેમી ઠાકોરદાસને ખત્રી પ્રેરણામૂરતિ પણ કહી શકાય છે તેઓની કામગીરી જોતા અનેક સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ છે