દાંતીવાડા તાલુકાના જુવોલ ગામ મુકામે ઘેટા બકરામાં કૃમિનિવારણ તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો.
ગામ- જુવોલ તા. દાંતીવાડા તારીખ- ૦૧/૧૦/૨૦૨૧
કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડા તાલુકાના જુવોલ ગામ મુકામે ઘેટા બકરામાં કૃમિનિવારણ તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો.

આ કેમ્પમાં ડો. ડી. વી.જોષી (આચાર્યશ્રી, વેટરનરી કોલેજ), ડો.આર.એમ.પટેલ (મેડીસીન), ડો. આર. કે. ગોસાઈ (કલીનીક વિભાગ), ડો.અંકિત પ્રજાપતિ (મેડીસીન), ડો. અભિનવ સુથાર (મેડીસીન), ડો.જીજ્ઞેશ પટેલ (સર્જરી), ડો.ભુપામની દાસ (કલીનીક વિભાગ) તેમજ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકનાં ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ કેમ્પમાં કુલ ૧૦૪૧ ઘેટા બકરામાં કૃમિનિવારણ દવા પીવડાવામાં આવી હતી તેમજ ૧૦૦ જેટલા બીમાર ઘેટા બકરાની સારવાર કરવામાં આવેલ હતી.
રાષ્ટ્રીય સેવા યોજના (NSS), અંતર્ગત પશુ કેમ્પની સાથે સાથે પશુપાલકો-વૈજ્ઞાનિકોની એકબીજાની સાથે ગોષ્ટિનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત ડો. હર્ષદ. એ. પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર, પશુપાલન પોલીટેકનીક તેમજ ડો. જે. ડી. ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર, વેટરનરી કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું.