Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર ખાતે એસ.ટી કામદારોએ પડતર પ્રશ્નોને લઈ સુત્રોચાર કરી સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો

0 10
  • પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો તબક્કાવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
  • 7 ઓક્ટોબરની મધ્યરાત્રીથી સામુહિક માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી

પાલનપુર ખાતે એસટી કામદારોના ત્રણ યુનિયન દ્વારા પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે આંદોલન શરૂ કરવામા આવ્યું છે. એસટી કામદારોએ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને તેમની માંગ સંતોષવામાં નહિ આવે તો તબક્કાવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ત્રણેય યુનિયને આંદોલન શરૂ કર્યું

ગુજરાત સ્ટેટ ટાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન, રાજ્ય એસટી કર્મચારી મહાસંઘ અને એસટી મજદૂર સંધ આ ત્રણેય એસટી કામદારોના યુનિયનો દ્વારા એસટી કામદારોના પ્રશ્નો માટે સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં સરકાર દ્વારા એસટી કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા એસટી કામદારોના ત્રણેય યુનિયને તબક્કાવાર આંદોલન શરૂ કર્યું હતું.

સામુહિક માસ સીએલ પર ઉતરી જવાની ચીમકીત્યારે પાલનપુર ખાતે પણ એસટી વર્ક શોપ સામે એસટી કામદારોએ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ તેમની માંગો પુરી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરાશે અને 7 ઓક્ટોબરની મધ્યરાત્રીથી સામુહિક માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી અને તેમ છતાં સરકાર તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.