રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા શ્રીરામ શોપિંગ સેન્ટરમાં નાસ્તાની દુકાનમાં નોકરી કરતા યુવકે બીજા માળે એક ઓરડીમાં ગળે ટૂંપો ખાઇ જીવનનો અંત લાવ્યો હતો. જેથી પોલીસે મામલતદારની ટીમને સાથે રાખી પંચનામું કરી લાશને પરિવારજનોને સોંપી હતી.
ધાનેરાના શ્રીરામ શોપિંગ સેન્ટરમાં આવેલ શિવકૃપા સ્વીટ માર્ટમાં થરાદ તાલુકાના કોચલા ગામનો મુકેશ બળવંતભાઇ વજીર (ઉં.વ.30) નોકરી કરતો હતો અને તે શુક્રવારે સવારે દુકાન માલીકને બીમાર હોવાની જાણ કરીને આરામ કરવા માટે બીજા માળે નોકરો માટે બનાવેલમાં રૂમમાં આરામ કરવા માટે ગયો હતો અને અંદરથી રૂમ બંધ હતો. તેવામાં બીજા નોકર પોતાનો સામાન લેવા માટે રૂમ ઉપર ગયો ત્યારે દરવાજો ખખડાવવા છતાં ન ખોલતાં તેણે બારી ખોલીને જોતા મુકેશ પંખે દોરીથી લટકેલ જોવા મળતા દુકાનના માલીકને જાણ કરી હતી. દુકાન માલીક તાત્કાલિક આવીને જોતા તેણે મુકેશના પરિવારના લોકોને જાણ કરી તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવી અને મૃતકના પરિવારજનો આવતા આ ઘટના જોઇને મૃતકના પિતાએ ધાનેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપતા પોલીસે મામલતદારની ટીમને સાથે રાખીને બારી તોડી દરવાજો ખોલી યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા પછી લાશને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવી હતી. આ ટુંપો ખાવા બાબતે હજુ સુધી કોઇ સુરાગ મળ્યો ન હતો અને પોલીસે પણ દુકાન માલીક તેમજ મરણ જનારના પરિવારને પુછપરછ કરવામાં આવી રહી છે.