રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના ખીંમત ગામે રહેતો યુવક રવિવારે રાત્રે બાઇક લઇને વાલેરથી ઘરે આવતો હતો. ત્યારે ટુવેલ પાટીયા પાસે સામેથી આવતા બાઈક ચાલકે ટક્કર મારતાં બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બાઈક ચાલક યુવક્ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે પાંથાવાડા ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. યુવાનનું મોત થતાં ગામમાં સન્નાટો છવાયો હતો. ધાનેરા તાલુકાના ખીંમત ગામે રહેતા મેરૂભા ચંપુજી સોલંકીએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટુવેલ પાટીયા પાસે ચોથા ભાગે ખેતી કરી અમે પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. રવિવારે સાંજના પાંચ વાગ્યાના સમય મારો ભાઇ રૂપસિંહ ચંપુજી સોલંકી તેના મિત્રનું જીજે-01-એસસી-3432 નંબરનું બાઈક લઈ તેમના મિત્ર ગમનભાઇ તથા વજાજી સાથે દળણું દળાવવા વાલેર ગામે ગયા હતા. રાત્રિના સાત વાગે અમારા ખેતર નજીક ધડાકો થતાં અમે રોડ ઉપર દોડી ગયા હતા. -ખીંમત હાઇવે પર રૂપસિંહ સોલંકીની બાઇકને સામેથી આવતા બાઈક નંબર જીજે-08-એકે-0953 ના બાઈક ચાલકે પુરઝડપે હંકારી સામેથી ટક્કર મારતા બંને બાઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બાઈક ચાલક રૂપસિંહ ચંપુજી સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પાંથાવાડા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતકના ભાઈ મેરૂભા ચંપુજી સોલંકીએ પાંથાવાડા પોલીસ સ્ટેશનને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.