ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત- આદર્શ નર્સિંગ કોલેજમાં સ્પોર્ટ્સ વીક નું આયોજન કરવા માં આવ્યું
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત- આદર્શ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ ખેલદિલી ની ભાવના સમજે અને રમત ગમત નું મહત્વ સમજે એ હેતુ થી સ્પોર્ટ્સ વીક નું આયોજન કરવા માં આવ્યું હતું ,
કાર્યક્રમ ની શરૂઆત કે. આર .આંજણા આર્ટસ અને કોમર્સ કૉલેજ ના પ્રિન્સીપાલ શ્રી ડૉ એલ. કે.પટેલ અને નર્સિંગ કોલજ ના પ્રિન્સીપાલ મહેન્દ્રભાઈ રાઠોડે કરાવી અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા,નર્સિંગ કૉલેજ ના પ્રોફેસર તેમજ સ્ટાફ પ્રહલાદ ડાભી , કિરણ પઢીયાર રમેશ ચૌધરી, અનિલ ચૌધરી,હેતલ પ્રજાપતિ,નિરમા પંડ્યા,કિંજલ ચૌહાણ,હેતલ ચૌધરી,સોનલ ચૌધરી એ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કર્યું,આદર્શ નર્સિંગ કોલેજ ના બી. એસ. સી નર્સિંગ,જી.એન. એમ નર્સિંગ,અને એ. એન.એમ ના વિધાર્થીઓ એ બહોળા પ્રમાણ માં ક્રિકેટ , કબ્બડી,ખો ખો વગેરે રમતો માં ભાગ લીધો હતો