Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના વાછડાલ ગામ પાસે બનેલી ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા

0 194

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના વાછડાલ ગામ નજીક બાઈક રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થ 108 દ્વારા નજીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકો સોરડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ગઈકાલે ધાનેરાના કોટડા પાસે એક પીકઅપ ડાલા ચાલકે બાઈકને બચાવવા જતા 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આજે ધાનેરા વાછડાલ ગામ નજીક એક બાઈક સવાર રોડ નીચે ઉતરી જતા બાઈક પર સવાર ત્રણ વક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાં બાઈક રોડ નીચે ઉતરતા જ આજુબાજુ સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરી 108 દ્વારા ત્રણ ઈજાગ્રસ્તોને સવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.