રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં વર્ષોજુના શીતલ શોપીંગ સેન્ટરની દુકાનની મંગળવારે છત તૂટી પડી હતી. ધાનેરામાં શીતલ શોપીંગની ઇમારત જર્જરિત બની હોઇ જોખમી છે. જ્યાં મંગળવારે એક દુકાન પરની છત તૂટી પડી હતી. જોખમી શોપીંગ સેન્ટરને ખાલી કરવા માટે પાલિકાએ અગાઉ 166 વેપારીઓને આખરી નોટીસ આપી છે.

પરંતુ તેઓ ખાલી કરતા નથી. ભોંય તળિયે અનેક દુકાનો ચાલું છે. જ્યાં હજારો લોકો અવર જવર કરતા હોય છે. ઇમારત પડે તો મોટી હોનારત થઈ શકે છે. પાંચ માસ અગાઉ આપેલી નોટિસને લઈ દુકાનદારોએ દિવાળી સુધીની મુદત માંગી હતી. જેનો સમય પણ પૂર્ણ થયો છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દુકાન માલિકો સાથે મળી યોગ્ય નિર્ણય લે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.