ભાદરવા સુદ નોમ એટલે બાબા રામદેવપીર ને નેજા ચડાવવાની નોમ.આ દિવસે લોકો દ્વારા પોતાનું ધાર્યું કામ પૂરું થાય એટલે આ દિવસે માનેલો નેજો ચડાવે છે. ત્યારે આવું જ એક ખૂબ પર્ચાધરી બાબા રાદેવપીરનું મંદિર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામમાં આવેલું છે.ત્યારે લાખણી ના મોરાલ ગામમાં બાબા રામદેવપીર ના નેજા ચડાવવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ લાખણી ના મોરાલ ખાતે આવેલ બાબા રામદેવપીર નું ખૂબ જ ચમત્કારી અને પર્ચાધારી છે.આ મંદિર માં ભાદરવા સુદ દશમ ના દિવસ નેજા ચડવવામાં આવે છે.દર વર્ષ નેજા ની સંખ્યામાં વધારો જોવા મળે છે.લોકો દ્વારા રાખવામાં આવેલ માનતા અથવા બાધા પૂરી થાય છે એટલે અહીં આ દિવસે નેજો ચડવવામા આવે છે. નેજા ચડાવનાર પોતે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાચ ગાન કરતા નેજો ચડાવવામાં આવે છે.આ ભાદરવા સુદ દશમ ના દિવસે કુલ 19 નેજા ચડાવવામાં આવ્યા હતા.જેમાં બહોળી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.