રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બૌદ્ધિક ભારત બાયડ
બાયડ નગરપાલિકાને ૨.૦ અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય માટે રૂ. ૩૩.૭૫/-કરોડ ( તેત્રીસ કરોડ પંચોતેર લાખ) અને બાયડ ગામના તળાવ બ્યુટીફીકેશન માટે રૂ.૭.૫ કરોડ (સાત કરોડ પાંચ લાખ) એમ કુલ મળી રૂ. ૪૧.૨૫ કરોડ (એકતાળીસ કરોડ પચીસ લાખ) જેવી માતબર રકમ ગુજરાતની ભાજપા સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારે ગ્રાન્ટ ફાળવણી સાથે પ્રાથમિક મંજુરી પણ આપી દીધી છે એ બદલ ગુજરાતની ભાજપા સરકારનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબનો બાયડ નાગરપાલિકા તથા બાયડની જનતા હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.