રિપોર્ટર – શૈલેન્દ્ર સોલંકી બૌદ્ધિક ભારત ભારત વિરપુર
આજરોજ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં તાલુકાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બી.જે. માલીવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારના ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાયકલ થકી બિનચેપી રોગથી રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાના સાયક્લોથોન વર્ષ -2022-23 કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિનો સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સબ સેન્ટર ખાતેના કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રનો મેડિકલ ઓફિસર તથા તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તથા વીરપુર તાલુકાના સ્થાનિક લોકો જોડાયા હતા. અને આ કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રમાં આવતા તમામ ગામોમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.
