બ્રહ્માકુમારીઝ, મહેસાણા સબઝોનના ૫૦ વર્ષ નિમિત્તે ભવ્ય ‘શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત’ મેળાનું ઉદ્દઘાટન થયુ
મહેસાણામાં વિશાળ જગ્યામાં તૈયાર કરેલા અધ્યાત્મનગરીમાં માનવ મહેરામણ ઉદ્દઘાટન સમારંભમાં ઉમટ્યું
108 દીપ પ્રજવલિત કરી મહેમાનોએ જાહેર જનતા માટે મેળાને ખુલ્લો મુક્યો
રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત સમાચાર
આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મહેસાણા સેવકેન્દ્રને ૫૦ વર્ષ પૂર્ણ થતાં 14 દિવસીય ભવ્ય અધ્યાત્મ મેળાનો પ્રારંભ થયો જેમાં મહેસાણાની જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી. મહેસાણાના પ્રતિષ્ઠીત મહાનુભાવોની સાથે સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુથી પણ મહેમાનો પધાર્યા હતા. સમારંભમાં સર્વનું સ્વાગત ઝોન સંચાલિકા બ્રહ્માકુમારી સરલાબેને કરેલ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે શુભકામનાના આપતાં જણાવેલ કે માનવ સમાજને આધ્યાત્મિકતા અને સકારાત્મક જીવનની પ્રેરણા આપતો આ મેળો ખાસ જોવા જેવો છે અને જનતાને અનુરોધ કરેલ કે મેળો સર્વને અધ્યાત્મિકતાથી સશક્ત બનાવશે. માઉન્ટ આબુથી બ્રહ્માકુમારીઝના મલ્ટી મીડિયા ચીફ અને પી.આર.ઓ. ભ્રાતા કરુણાજીએ પોતાના પ્રવચન માં જણાવેલ કે સ્વયંને આત્મ નિશ્ચય કરી પિતા શિવ પરમાત્મા ને યાદ કરવા તે સમાયની માંગ છે. મેળાના મુખ્ય મહેમાન જોધપુરથી આવેલ શ્રી ૧૦૦૮ સ્વામી શિવસ્વરૂપા નંદજી મહારાજે જણાવેલ કે બ્રહ્માકુમારીઝની ત્યાગ-તપસ્યા-સેવા ભારત ને વિશ્વગુરૂ બનાવવા માટે સક્ષમ છે.

માનવ માત્રના અધ્યાત્મ ઉત્થાન માટે આ મેળો જબરજસ્ત પ્રેરણા આપે છે. બ્રહ્માકુમારી બહેનોનું સંયમિત અને પવિત્ર જીવન સર્વ પ્રત્યે શુભ ભાવના યુક્ત છે. જે વિશ્વ માટે આદર્શ છે, આ મેળો ભારતીય દિવ્ય સંસ્કૃતિના સિંચન માટે પરિવાર સાથે પ્રેરક સંદેશ આપે છે. આ સાથે અનેક સંસ્થાના મહાનુભાવોએ પોતાની શુભ ભાવના પ્રગટ કરેલ. આ મેળો સવારે 10 થી રાત્રી ૯ વાગ્યા સુધી વિના મૂલ્યે સર્વ માટે ખુલ્લો મુકવામાં આવેલ છે જેમાં સર્વના જીવન માં પ્રેરણા મળે તેવું ઈશ્વરીય જ્ઞાન – રાજયોગ, વિવિધ મોડેલ દ્વારા આકર્ષક બનાવવામાં આવેલ છે. સાથે વિવિધ દેવિઓની ચૈતન્ય જાંખી મેળાનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે જે પરિવાર સાથે નિહાળવી તે જીવન નો લ્હાવો છે