રિપોર્ટર – અનિલ મકવાણા પ્રાંતિજ
આજથી ચાર વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. આ હુમલામાં ભારતના 4૬ જવાનો શહીદ થયા હતા. જો કે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પહેલા ક્યારેય થયો નથી. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો. આપણા બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપ્યો.તો આ દુઃખદ ઘટના ને લઈ ને આજે પ્રાંતિજ તાલુકાનાં દલપુર ગામે રાજા જોગણીવારા ગ્રુપ દ્વારા આ સહીદ થયેલા જવાનો ની અમર આત્માને શાંતિ મળે એ માટે મીણબત્તી થી જય હિન્દ લખીને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .જેમાં ગામના આગેવાન મિત્રો મહેશભાઈ રાવલ,જયેશભાઈ પટેલ ,સરદારસિંહ સોલંકી,હર્ષદભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ રાઠોડ તથા જસવંતસિંહ રાઠોડ અને રાજા જોગણીવાળા સભ્યોની મુખ્ય હાજરી રહી હતી …
