થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ.પી.એમ.સી દ્વારા યોજવમાં આવેલ.
આજે યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા માન. શ્રી.નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસ નિમિતે માર્કેટયાર્ડ થરાના ચેરમેન શ્રી અણદાભાઇ આર પટેલ સાહેબની પ્રેરણાથી ઝાલમોર PHC ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ.પી.એમ.સી દ્વારા યોજવમાં આવેલ.
જેમાં સમગ્ર તાલુકાના વરિષ્ટ આગેવાનો, તાલુકા ભાજપના હોદેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે એ.પી.એમ.સી થરા દ્વારા વિવિધ સ્થળોએ ૫૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું. ચૌધરી સમાજના આગેવાનો સાથે દેસાઈ શ્રી માલા ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા