રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ – બાયડ
આજરોજ તારીખ ૦૨/૦૨/૨૦૨૩ ના રોજ બાયડ તાલુકામાં આવેલ ભજપુર ગામની પ્રાથમિક શાળામાં અમદાવાદ નિવાસી ‘ડેનીમ પંપ્સ’ના માલિક મહેશભાઈ પટેલ તરફથી શાળામાં અભ્યાસ કરતા ૧૨૮ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહેશભાઈ પટેલનો પરિવાર પણ જોડાયો હતો તથા ગામના એસએમસી કમિટીના સભ્યો,શાળાના શિક્ષકશ્રીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.નાના બાળકોને નવો ગણવેશ મળતાં બાળકોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું.શાળાના સ્ટાફ તથા ગામજનોએ મહેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.