Publisher Theme
I’m a gamer, always have been.

રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિતે કલેક્ટર શ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ કપિલ ચૌહાણનું શાલ ઓઢાડી સન્માન કરાયું…….

0 37

જગતુસિંહ સોલંકી બૌદ્ધિક ભારત સમાચાર પાલનપુર

તારીખ ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિધાનસભાની ચુંટણી કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી શ્રી ઓ તથા સેવાકીય પ્રવૃત્તિ કરનાર મતદાર નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩ માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી નિમિતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા પાલનપુર તાલુકાના દલવાડા ગામના વતની કપિલકુમાર સેંધાભાઈ ચૌહાણનું ચુંટણી દરમિયાન વિશિષ્ટ સેવા આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કપિલ ચૌહાણ બન્ને પગે દિવ્યાંગ હોવા છતાં જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશિષ્ટ સેવા પણ આપી રહ્યાં છે આ સાથે નાયબ કલેક્ટર શ્રી, પાલનપુર મામલતદાર શ્રી,મામલતદાર શ્રી કાંકરેજ, ચુંટણી અધિકારી શ્રી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી સહિત અનેક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.