Publisher Theme
I’m a gamer, always have been.

પેથાપુર માં ચાઇનીઝ દોરી નુ વેચાણ કરતા ઇસમો પકડાયા. પીએસઆઈ એમ એસ રાણા સાહેબ એ કરી ઇસમો વિરુધ્ધમાં કયદેસરની કાર્યવાહી

0 41

આગામી સમયમાં મકરસક્રાંતી (ઉત્તરાયણ) નો પર્વ આવનાર છે જેની ઉજવણી સારુ હાલના સમયમાં ગાંધીનગર શહેર તથા પો.સ્ટે. હદના બજારોમાં પતંગતથા દોરીનુ વેચાણ પુર જોશમાં ચાલુ છે જેમાં કેટલાક ઇસમો પોતાને આર્થીક ફાયદો થાય તે હેતુથી ગે.કા. રીતે સસ્તા ભાવે પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરી મેળવી વેચાણ કરતા હોય છે આવા ઇસમો પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરીનુ વેચાણ ન કરે તે હેતુથી જીલ્લા કલેક્ટર શ્રીએ જાહેરનામુ બહાર પાડેલ છે.
જે જાહેરનામા અન્વયે ગાંધીનગર પોલીસ મહાનીરિક્ષકશ્રી અભય ચુડાસ્મા સાહેબ તથા ગાંધીનગર જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી તરુણ દુગ્ગલ સાહેબ તથા ઇ.નાયબ પોલીસ અધીક્ષકશ્રી અમી પટેલ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સર્કલ પો.ઇન્સ શ્રી પી.આર.ચૌધરી સાહેબ નાઓએ પેથાપુર પો.સ્ટે. વિસ્તારમાં મકરસક્રાંતી (ઉત્તરાયણ) નુ પર્વ શાંતિપુર્ણ રીતે ઉજવણી થાય અને પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરીના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરી નુ વેચાણ કરતા ઇસમો વિરુધ્ધમાં કયદેસરની કાર્યવાહી કરવા સારુ જરૂરી સુચના તથા માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એમ.એસ.રાણા. પોલીસ સબ ઇન્સપેકટર પેથાપુર પો.સ્ટે. નાઓએ તાબાના માણસોને સફળ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે આજરોજ પેથાપુર પો.સ્ટે.ના આદરજ આઉટ પોસ્ટના માણસોએ આદરજ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાબુભાઇ જેસંગભાઇ બ.નં.૧૧૯૩ તથા અ.પો.કોન્સ. નિલેશકુમાર કરશનભાઇ બ.નં.૧૭૦૬ નાઓને આદરજ ગામ ખાતે પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરીનુ વેચાણ થતુ હોવાની આધારભુત બાતમી હકીકતો મળેલ જે હકીકત આધારે બે અલગ-અલગ જગ્યાએ રેઇડ કરી પ્રતિબંધીત જીવલેણ ચાઇનીઝ દોરીના કુલ રીલ નંગ-૧૭ કિંમત રૂપિયા ૫,૧૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી કામગીરી કરવામાં આવેલ છે

Leave A Reply

Your email address will not be published.